| 
B Bhaumik Pathak Gandhinagar Lok Sabha Sangathan Mantri, AAP Gujarat

Home / Opinions

આમ આદમી પાર્ટી (AAP) એ બજરંગ દળના લોકોને સદબુદ્ધિ આપે એના માટે અમદાવાદના હેડ ક્વાર્ટર (HO) ખાતે હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા.

આમ આદમી પાર્ટી (AAP) એ બજરંગ દળના લોકોને સદબુદ્ધિ આપે એના માટે અમદાવાદના હેડ ક્વાર્ટર (HO) ખાતે હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા.
અમદાવાદના વસ્ત્રાપુર નજીક આવેલા ઔડા ગાર્ડનમાં યોજાયેલા નોબેલ પારિતોષિક વિજેતા મલાલા યુસુફઝાઈના પુસ્તક વાંચન કાર્યક્રમમાં ભારે હોબાળો થયો હતો. આ કાર્યક્રમ CJP (Citizens for Justice and Peace) અને કોંગ્રેસના યુવાનો દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. મલાલાના પુસ્તક વાંચનની માહિતી મળતા જ બજરંગદળના આશરે 20 થી 40 જેટલા કાર્યકરો સ્થળ પર પહોંચ્યા હતા, જેના પગલે બંને જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનામાં કેટલાક લોકોને ઇજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બજરંગદળના કાર્યકરોનો મુખ્ય વાંધો મલાલા યુસુફઝાઈના કાશ્મીર અને હિન્દુત્વ અંગેના કથિત ભારત વિરોધી વિચારો સામે હતો. બજરંગદળે આક્ષેપ કર્યો હતો કે મલાલા ભારત વિરોધી વિચારધારા ધરાવે છે અને કાશ્મીર મુદ્દે પણ તેણે ભારતનો વિરોધ કર્યો હતો. તેઓએ આ કાર્યક્રમને ભારત વિરોધી અને વામપંથી વિચારધારાના પ્રચાર તરીકે ગણાવ્યો હતો. બજરંગદળના નિવેદન મુજબ, CJP અને કોંગ્રેસના યુવાઓએ રાષ્ટ્રગાનનું અપમાન કર્યું હોવાથી તેમને રોષ વ્યાપ્યો હતો. બજરંગદળના કાર્યકરોએ ચેતવણી ઉચ્ચારી હતી કે મલાલા ભલે નોબેલ પારિતોષિક વિજેતા હોય, પરંતુ હિન્દુ અને ભારત વિરોધી તત્વોના પુસ્તકોનું વાંચન તેઓ ક્યારેય ચલાવી લેશે નહીં. તેઓએ યુવાનોને દેશ વિરોધી માનસિકતા ધરાવતા લોકોથી દૂર રહેવા અને આવી પ્રવૃત્તિઓ કરનારાઓને બજરંગદળના આક્રોશનો સામનો કરવો પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. આયોજકોએ વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હોવા છતાં, બજરંગદળના કાર્યકરો વાત કરવાના મૂડમાં ન હોવાનો દાવો કર્યો હતો. મારામારી બાદ ઇજાગ્રસ્ત થયેલા લોકોને પોલીસ દ્વારા વાનમાં બેસાડીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. આયોજકોએ બજરંગદળને “આતંકવાદી” ગણાવતી પોસ્ટ પણ કરી હોવાનો આરોપ બજરંગદળ દ્વારા મૂકવામાં આવ્યો હતો, જેનાથી મામલો વધુ ગરમાયો હતો.

Read at TV9

Comments (0)

No comments published yet.

Sign in to comment